વિવિધ ધંધાઓ માટે લોન સહાય અંગેના ફોર્મ..... 

જરૂરી ડૉક્યુમેન્ટ 
1. ફોટો/સહી 
2. આધાર કાર્ડ 
3. ચુટણી કાર્ડ 
4. રેશન કાર્ડ 
5. અનુભવ અંગેનું પ્રમાણપત્ર 
6.  પાન કાર્ડ 
7. જાતિનો દાખલો 
8. આવકનો દાખલો 
9. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર 

લોનના પ્રકાર 

1. લઘુ ધિરાણ યોજના(Micro Finance)
રૂા.૬૦,૦૦૦/-સુધી ૫% વ્યાજદર

2. શૈક્ષણિક લોન (ન્યૂ આકાંક્ષા યોજના)
રૂા.૧0 લાખસુધી ૩.૫% થી ૪% વ્યાજદર

3. મુદ્દતી લોન(Term Loan)
રૂા.૨ લાખસુધી ૬% વ્યાજદર

4. મહિલા સમૃદ્ધિ યોજના
રૂા.૬૦,૦૦૦/-સુધી ૪% વ્યાજદર

5. નવી સ્વર્ણિમ યોજના (ફક્ત મહિલાઓ માટે)
રૂા.૧ લાખસુધી ૫% વ્યાજદર

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://gndcdc.apphost.in/

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)

ફોર્મ કઈ રીતે ભરવું ??? :  અહી ક્લિક કરો

:::: NTDNT ની યોજનાઓ ::::

  • મુદતી લોન (ટર્મ લોન)
હેતુ

કૃષિ અને તે અંગેની પ્રવૃત્તિઓ , લઘુ ઉદ્યોગ, કલાકારીગરી અને વંશપરંપરાગત વ્‍યવસાય તેમજ સેવા પ્રકારના ધંધા/વ્‍યવસાય માટે વધુમાં વધુ રૂ.૧૫,૦૦,૦૦૦/- સુધી લોન આપવામાં આવે છે.

  • લોન મેળવવાની પાત્રતા

અરજદાર વિચરતી કે વિમુક્ત જાતિના હોવા જોઇએ.
તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા ₹. ૩ લાખ સુધીની રહેશે, જેમાં ₹. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ અને, ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્‍યવસાયના કિસ્‍સામાં અનુભવ હોવો જરૂરી છે.
અરજદારે લોન મેળવવા માટે યોગ્‍ય જામીન આપવાના રહેશે.
યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ
આ યોજનામાં લોનની વધુમાં વધુ રકમ ₹. ૧૫,૦૦,૦૦૦/- સુધીની છે.
આ યોજનામાં વ્‍યાજનો દર ₹. પ.૦૦ લાખ સુધી વાર્ષિક ૬ % રહેશે અને ₹. ૫.૦૦ થી ₹. ૧૦.૦૦ લાખ સુધી વાર્ષિક ૭% અને ₹. ૧૦.૦૦ લાખથી ₹. ૧૫.૦૦ લાખ સુધી વાર્ષિક ૮% રહેશે.
આ યોજના હેઠળ ધંધા/ વ્‍યવસાયની રકમની ૯પ % લોન આપવામાં આવશે. જયારે લાભાર્થીએ પ % પોતાનો લાભાર્થી ફાળો આપવાનો રહેશે.
આ લોનની રકમ વ્‍યાજસહિત ૬૦ સરખા માસિક હપ્‍તામાં ભરપાઇ કરવાની રહેશે.
પરિવહન યોજના હેઠળ અપાતી ટર્મ લોન હાલની સ્થિતિએ અમલમાં નથી.

  • મહિલા સમૃદ્ધિ યોજના(ફક્ત મહિલાઓ માટે)
હેતુ
વિચરતી અને વિમુક્ત જાતિઓની મહિલાઓ માટે સ્‍વરોજગારી ઉભી કરવા માટે લક્ષ્‍યાંક જૂથની મહિલા તથા સ્વતંત્ર વ્‍યવસાય કરતી મહિલા ઉદ્યોગ સાહસિકોને લઘુ ધિરાણ યોજના.
આ યોજના હેઠળ મહિલા લાભાર્થી પોતાની પસંદગીનો ધંધો/વ્‍યવસાય કરી શકશે.

લોન મેળવવાની પાત્રતા
અરજદાર વિચરતી કે વિમુક્ત જાતિના મહિલા હોવા જોઇએ.
તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા ₹. ૩ લાખ સુધીની રહેશે, જેમાં ₹. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ અને ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્‍યવસાયના કિસ્‍સામાં અનુભવ હોવો જરૂરી છે.
અરજદારે લોન મેળવવા માટે યોગ્‍ય જામીન આપવાના રહેશે.
યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ
લોનની મહત્તમ મર્યાદા ₹. ૬૦,૦૦૦/- સુધીની રહેશે.
વ્‍યાજનો દર વાર્ષિક ૪ % રહેશે.
આ યોજના હેઠળ ધંધા/ વ્‍યવસાયની રકમની ૧૦૦ % લોન આપવામાં આવે છે.
લોનની રકમમાં ૯૫% રાષ્ટ્રીય નિગમ, ૫% રાજ્ય સરકારનો ફાળો અને લાભાર્થી ફાળો શુન્ય રહેશે.
આ લોનની રકમ વ્‍યાજસહિત ૪૮ સરખા માસિક હપ્‍તામાં ભરપાઇ કરવાની રહેશે.

  • માઇક્રો ફાઇનાન્‍સ
હેતુ
નાના પાયા પર ધંધો/વ્‍યવસાય શરૂ કરવા માટે લોન/સહાય આપવામાં આવે છે.

લોન મેળવવાની પાત્રતા
અરજદાર વિચરતી કે વિમુક્ત જાતિના હોવા જોઇએ.
તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા ₹. ૩ લાખ સુધીની રહેશે, જેમાં ₹. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ અને, ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્‍યવસાયના કિસ્‍સામાં અનુભવ હોવો જરૂરી છે.
અરજદારે લોન મેળવવા માટે યોગ્‍ય જામીન આપવાના રહેશે.
યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ
આ યોજનામાં લોનની મર્યાદા વધુમાં વધુ ₹. ૬૦,૦૦૦/- સુધીની છે.
વ્‍યાજનો દર વાર્ષિક પ % રહેશે.
જેમાં ૯૦% રાષ્ટ્રીય નિગમ અને ૫% રાજ્ય સરકાર, જયારે લાભાર્થીએ પ % પોતાનો લાભાર્થી ફાળો આપવાનો રહેશે.
આ લોનની રકમ વ્‍યાજસહિત ૪૮ સરખા માસિક હપ્‍તામાં ભરપાઇ કરવાની રહેશે.

  • ન્યુ આકાંક્ષા યોજના (શૈક્ષણિક લોન)
હેતુ

સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ઉચ્ચ વ્યવસાયિક અને ટેકનિકલ શિક્ષણ મેળવવા માટેની લોન યોજના.

લોન મેળવવાની પાત્રતા
અરજદાર વિચરતી કે વિમુક્ત જાતિના હોવા જોઇએ
તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા ₹. ૩ લાખ સુધીની રહેશે, જેમાં ₹. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
આવરી લેવામાં આવેલ અભ્યાસ ક્રમ.
એમ.બી.એ. અથવા તેની સમકક્ષ (એ.આઇ.સી.ટી.ઇ. દ્રારા માન્ય અભ્યાસક્રમ)
એમ.સી.એ. માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન અથવા તેની સમકક્ષ (એ.આઇ.સી.ટી.ઇ. દ્રારા માન્ય અભ્યાસક્રમ)
આઇ.આઇ.ટી. / એ.આઇ.સી.ટી.ઇ. દ્રારા માન્ય સ્નાતક કક્ષાના ઇજનેરી અભ્યાસક્રમ તેમજ માન્ય વ્યવસાયિક સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ.
મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાએ જેને માન્યતા આપી હોય તેવી કોલેજના તબીબી શિક્ષણના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ.
ડીપ્લોમાં નર્સિંગ અભ્યાસક્રમ
મેનેજમેન્ટ કોટામાં મેળવેલ પ્રવેશના કિસ્સામાં લોન મળવા પાત્ર નથી.
લોનની રકમમાં નીચેનાનો સમાવેશ થશે
પ્રવેશ ફી અને ટયુશન ફી
અભ્યાસક્રમ માટે જરૂરી પુસ્તકો, લેખન સામગ્રી, જરૂરી સાધનો અને પરીક્ષા ફી
રહેવા – જમવાનો ખર્ચ
વીમા – પોલીસીનું પ્રીમીયમ
યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ
આ યોજના માટે લોનની મહત્તમ મર્યાદા ₹.૧૦ લાખ સુધીની છે.
આ યોજનાઓમાં વ્યાજનો દર વાર્ષિક ૪ % રહેશે. વિદ્યાર્થીની માટે આ દર ૩.૫ % છે.
આ યોજનાઓમાં ૯૦ % કેન્દ્રીય નિગમના, ૫ % રાજય સરકાર અને ૫ % લાભાર્થી ફાળાની રકમ રહેશે.
આ લોન વ્યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશે લોનની વસુલાત અભ્યાસક્રમ પુરો થયેથી ૬ માસમાં કે નોકરી વ્યવસાય મળેથી બંન્નેમાંથી જે વહેલુ હોય ત્યારથી કરવામાં આવશે.

  • ન્યુ સ્‍વર્ણિમ યોજના (ફક્ત મહિલાઓ માટે)
હેતુ
ગરીબી રેખા હેઠળ જીવન ગુજારતી વિચરતી અને વિમુક્ત જાતિઓની મહિલાઓ માટે સ્‍વમાનભેર સ્‍વરોજગારી મેળવી આર્થિક ઉત્‍કર્ષ સાધવા અંગેની ખાસ નવી યોજના.
આ યોજના હેઠળ મહિલા લાભાર્થી પોતાની પસંદગી મુજબનો ધંધો/વ્‍યવસાય કરી શકશે

લોન મેળવવાની પાત્રતા
અરજદાર વિચરતી કે વિમુક્ત જાતિના મહિલા હોવા જોઇએ.
તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા ₹. ૩ લાખ સુધીની રહેશે, જેમાં ₹. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ અને, ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્‍યવસાયના કિસ્‍સામાં અનુભવ હોવો જરૂરી છે.
અરજદારે લોન મેળવવા માટે યોગ્‍ય જામીન આપવાના રહેશે
યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ
લોનની મહત્તમ મર્યાદા ₹.૧,૦૦,૦૦૦/- સુધીની છે.
વ્‍યાજનો દર વાર્ષિક ૫% રહેશે.
આ યોજના હેઠળ ધંધા/ વ્‍યવસાયની રકમની ૧૦૦ % લોન આપવામાં આવે છે.
લોનની રકમમાં ૯૫% રાષ્ટ્રીય નિગમ, ૫% રાજ્ય સરકારનો ફાળો અને લાભાર્થી ફાળો શુન્ય રહેશે.
આ લોનની રકમ વ્‍યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્‍તામાં ભરપાઇ કરવાની રહેશે.

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો