ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અ.જા.) હસ્તક લોન યોજના.... 

::: યોજના ::: 

  • માઈક્રોક્રેડિટ ફાઇનાન્સ યોજના (સ્વસહાય જુથ) 
  • મહિલા સમૃદ્ધિ યોજના 
  • નાના ધંધા / વ્યવસાય ધિરાણ યોજના 
  • પશુપાલનની યોજના 
  • પેસેન્જર ઓટોરિક્ષા 
  • પેસેન્જર વાન 
  • મોબાઈલ કૂડ કોટ વાન 

યોજનાનો લાભ કોણ લઈ શકશે ??? 

>>>> અનુસુચિત જાતિ પૈકી અંત્યોદય સમાજ (અતિપછાત જાતિ) ના અરજદારો માટે 

ફોર્મ ભરવાની તા. : 02/09/2020 થી 01/10/2020 


::: સૂચના ::: 

1) અરજદાર મુળ ગુજરાતના વતની અને અનુસૂચિત જાતિ પૈકી (અતિપછાત) જાતિના અંત્યોદય સમાજના બેરોજગાર હોવા જોઇએ.

2) અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂ!.૩.૦૦ લાખથી વધુ હોવી જોઇએ નહી.

3) અરજદારની ઉંમર જાહેરાતની તારીખે ૨૧ વર્ષથી ઓછી નહીં અને ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ. (ટર્મ/ધંધાકિય ધિરાણ માટે)

4) માઇક્રોક્રેડીટ ફાઇનાન્સ યોજના – સ્વ સહાય જૂથ, મહિલા સમૃધ્ધિ યોજના, નાના ધંધા, પશુપાલન યોજના, પેસેન્જર ઓટો રીક્ષા, પેસેન્જર વાન, મોબાઇલ ફૂડ કોર્ટ વાન યોજનાની અરજી તારીખ:૦૨-૦૯-૨૦૨૦ થી તારીખ:૦૧-૧૦-૨૦૨૦ સુધી અરજી કરી શકાશે.

5) અરજદારના કુટુંબના કોઇ સભ્ય સરકારી કે અર્ધસરકારી કચેરીમાં ફરજ બજાવતા હોવા જોઇએ નહીં.

6) અરજદાર કે તેમના કુટુંબના સભ્યએ આ નિગમની કે સરકારશ્રીની કોઇપણ યોજના હેઠળ અગાઉ ધિરાણ મેળવેલ ન હોય તેવા જ અરજદારો આ જાહેરાત અન્વયે અરજી કરી શકશે.

7) વાહન ધિરાણ યોજના માટે અરજી કરનાર જાહેરાતની તારીખે જે તે વાહન ચલાવવાનું માન્ય લાયસન્સ ધારણ કરતાં હોવા જોઇએ.

8) લોન યોજના માટેની અરજીઓ કન્ફર્મ થઇ ગયા પછી આપની પાસે અરજીફોર્મની પ્રિન્ટ તથા આપના દ્વારા રજુ કરેલ દસ્તાવેજોની નકલ રાખવાની રહેશે. જે તે સમયે અત્રેની કચેરી દ્વારા માંગવામાં આવે ત્યારે રજુ કરવાની રહેશે.

9) લોન/સહાયની રકમ આધારકાર્ડ સાથે જોડાણ કરેલ સક્રિય (active) રાષ્ટ્રીયકૃત (શીડયુલ) બેંકના ખાતામાં જ જમા કરાવવામાં આવશે.

10) સ્વ – સહાય જુથ માઇક્રો ક્રેડીટ ફાઇનાન્સ યોજનામાં ફોર્મ કન્ફર્મ કરવા માટે પ્રમુખની જન્મતારીખ નાખવાની રહેશે. (એન.આર.એલ.એમ/એન.યુ.એલ.એમ દ્વારા રચાયેલ)


ફોર્મ કઈ રીતે ભરવું તે માટે : અહી ક્લિક કરો 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

https://daadc.apphost.in/