વિધવા સહાય પેન્શન યોજના...
યોજના : વિધવા સહાય યોજના
>>> કેટલી સહાય મળવાપાત્ર છે ????
- દર મહિને વિધવા લાભાર્થીને Rs. 1250/- મળવા પાત્ર છે... (અંકે રૂ. બાર સો પચાસ)
- અરજદારની અરજી (પરિશિષ્ટ–૧/૮૬ મુજબ )
- સોગંદનામુ (પરિશિષ્ટ ર/૮૬ મુજબ )
- આવક અંગેનું પ્રમાણપત્ર (પરિશિષ્ટ ૩/૮૬ મુજબ ) (ગ્રામ્ય માટે Rs.1,20,000/- શહેર માટે Rs.1,50,000/- આવક મર્યાદા)
- વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર (પરિશિષ્ટ ૪/૮૬ મુજબ )
- અરજદારના પતિનો મરણનો દાખલો
- અરજદાર (વિધવા) નો જન્મનો દાખલો અથવા સ્કુલ લિવીંગ સર્ટીફીકેટ આ બંનેમાંથી કોઈપણ દાખલો ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં સરકારી દવાખાના/સીવીલ હોસ્પિટલના તબિબિ અધિકારીશ્રીનો ઉંમર અંગેનો દાખલો.
- અરજદારના શૈક્ષણિક લાયકાતના અંગેના પ્રમાણપત્રો.
- મૈયતના વારસદારોનું પેઢીનામું.
- ૧૮ થી ૪૦ વર્ષની વય જુથના અરજદારોએ એક વર્ષની અંદર કોઈપણ સરકાર માન્ય ટ્રેડની તાલીમમાં જોડાવવા અંગેનું તલાટીશ્રીની રૂબરૂનું બાંહેધરી પત્ર.
- પુનઃ લગ્ન કરેલ નથી તે બદલનું પ્રમાણપત્ર. (દર વર્ષે જુલાઈ માસમાં તલાટીશ્રીની રૂબરૂમાં કરાવેલ.)
- ર૧ વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય પરંતુ શારીરિક રીતે અપંગ હોય અથવા માનસિક રીતે અસ્થિર હોય, આજીવન કારાવાસ ભોગવતો હોય તો અરજી સાથે યોગ્ય સત્તા ધરાવતા અધિકારીના દાખલા.
- અરજદારે પોતાના શરીર પરના ઓળખનું નિશાન ફરજિયાત દર્શાવવાનું રહેશે.
- મહિલાના 18 વર્ષ પૂરા હોવા જોઈએ.
- રહેઠાણનો પુરાવો (સાબિતી) (લાઇટ બિલ, મ્યુન્સિપાલ ટેક્સ, આધાર કાર્ડ, રેશન કાર્ડ કોઈ પણ એક)
- SBI અથવા પોસ્ટમાં સેવિંગ ખાતાની પાસબુક નકલ
- અરજદારે પોતાના શરીર પરના ઓળખનું નિશાન ફરજિયાત દર્શાવવાનું રહેશે..
- 21 વર્ષથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ
ફોર્મ ક્યાંથી મેળવવું અને ક્યાં ભરવું... ???
>>> આ ફોર્મ મામલતદાર કચેરીએ મળશે અને મામલતદાર કચેરીએ જ ભરવાનું રહેશે.
*** વિધવા લાભાર્થીનું જો અકસ્માતે મૃત્યુ થાય તો રૂપયા 1 લાખ તેમના વારસદારને મળશે.
ફોર્મ નો નમૂનો (જૂનું ફોર્મ) : અહી ક્લિક કરો
ફોર્મ નો નમૂનો (નવું ફોર્મ) : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો