વ્હાલી દીકરી યોજના.....
>>> આ યોજનાનો શું લાભ મળશે ???
કુલ 1,10,000/- મળવાપાત્ર છે...
- દીકરી 1લા ધોરણમાં પ્રવેશ કરે ત્યારે રૂ.4000/- નો લાભ મળશે..
- દીકરી 9માં ધોરણમાં પ્રવેશ કરે ત્યારે રૂ.9000/- નો લાભ મળશે..
- દીકરી જયારે 18 વર્ષની થાય ત્યારે રૂ. 100000/- નો લાભ મળશે..
- જે દીકરી નો જન્મ 02/08/2019 કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ લાભ મળશે...
- દંપતીને વધુમાં વધુ બે દીકરીઓ ને આ લાભ મળવા પાત્ર રહેશે...
- દીકરીના જન્મ સમયે માતાની ઉંમર 18 કે તેથી વધુ વર્ષની હોવી જોઈએ...
- દંપતિની પ્રથમ અને દ્વીતીય દીકરી બન્નેને લાભ મળવા પાત્ર થશે. પરંતુ દ્વીતીય દીકરી પછી દંપતીએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલ હોવું જોઈએ.
- પ્રથમ દીકરો અને બીજી દીકરી હોય તો બીજી દીકરીને સહાય મળવાપાત્ર થશે. પરંતુ દ્વીતીય દીકરી પછી પછી દંપતીએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલ હોવું જોઈએ.
- પ્રથમ દીકરો અને બીજી બન્ને દીકરી (જોડિયા) કે તેથી વધુ એક સાથે જન્મના અપવાદ રૂપ કિસ્સામાં તમામ દીકરીઓને “વ્હાલી દીકરી” યોજનાનો લાભ મળવાપાત્ર થશે પરંતુ દ્વિતીય દીકરી પછી દંપતીએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ..
- “વ્હાલી દીકરી” યોજના અંતર્ગત લાભ મેળવવા માગતા દંપતિની (પતિ-પત્ની સયુક્ત) વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક સમાન રૂ.2,00,000/- કે તેથી ઓછી રહેશે. આવક મર્યાદાની પાત્રતા લાભાર્થીના જન્મના તરત આગળના 31મી માર્ચના રોજ પૂર્ણ થતાં વર્ષના સંદર્ભમાં લક્ષમાં લેવાની રહેશે.
::: જરૂરી ડૉક્યુમેન્ટ :::
- દીકરીનું જન્મ પ્રમાણપત્ર
- માતા-પિતાનું આધાર કાર્ડ
- માતાના જન્મનું પ્રમાણપત્ર
- માતપિતાની વાર્ષિક આવકનું (મામલતદાર/તાલુકા વિકાસ અધિકારી/ ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવેલ)
- કુટુંબમાં જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા
- સંતતિ નિયમનનું પ્રમાણપત્ર (બીજું સંતાન હોય ત્યારે)
- નિયત નામુનાનું સક્ષમ અધિકારી સક્ષમ કરેલ સોગંધનામું
:: આ યોજનાનો ઉદેશ ::
- દીકરીઓ નું જન્મ પ્રમાણ વધારવું
- દીકરીઓમાં શિક્ષણનો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવો
- દીકરીઓ/સ્ત્રીઓનુ સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું.
- બાળ લગ્ન અટકવવા
ફોર્મ ક્યાથી મેળવવું ???
"વ્હાલી દીકરી" યોજનાનુ અરજીપત્રક આંગણવાડી કેન્દ્ર / CDPO કચેરી/ ગ્રામ પંચાયત/ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા વિના મૂલ્યે મળશે...
ફોર્મ ભરતા પહેલા PDF માં આપેલ સૂચના અવશ્ય વાંચી લેવી...