બિન અનામત વર્ગ (EWS) માટે વિદેશ અભ્યાસ લોન અને શૈક્ષણિક અભ્યાસ માટે લોન....
લોન
- વિદેશ અભ્યાસ લોન
>> ધોરણ-૧૨ પછીફકત M.B.B.S માટે,સ્નાતક પછી અનુસ્નાતક માટે, અને રિસર્ચ જેવા ટેકનિકલ, પેરામેડીકલ, પ્રોફેશનલ વગેરે જેવા કોઇપણ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ રૂ.૧૫.૦૦ લાખની વિદેશ લોન ૪ ટકાના સાદા વ્યાજે નિગમ તરફથી આપવામાં આવશે.
- શૈક્ષણિક અભ્યાસ
અરજી કરવાની તા.: 21/12/2020 થી 04/01/2021
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
- વિદેશ અભ્યાસ લોન તથા શૈક્ષણિક અભ્યાસ લોન વ્યવસાય લોન યોજનાની અરજી તા.૨૧/૧૨/૨૦૨૦ થી તા.૦૪/૦૧/૨૦૨૦ સુધી અથવા નિયત લક્ષ્યાંક મુજબની અરજીઓ મળે ત્યાં સુધી તેમાંથી જે વહેલુ હોય ત્યાં સુધી અરજી કરી શકાશે.
- વિદેશ અભ્યાસ લોન માટે લાભાર્થી એ વિદેશ ગમન કર્યા પહેલા અરજી કરવાની રહેશે.
- યોજનાની નાણાકીય જોગવાઇને લક્ષમાં લઇ વિદેશ અભ્યાસ યોજના અંતર્ગત અનુસ્નાતક,સ્નાતકોત્તર(Master) તથા ધો.-૧૨ પછી MBBSને પ્રથમ અગ્રતા આપવામાં આવશે.
- સ્નાતક થયા પછીના ત્રણ વર્ષ સુધીમાં અરજી કરેલ હોય તેને પ્રથમ અગ્રતા આપવામાં આવશે.
- લોન યોજના માટે એક કુટુંબ માં થી એક વ્યક્તિ ને જ યોજના નો લાભ મળશે.
- લોન યોજના માટેની અરજીઓ કન્ફર્મ થઇ ગયા પછી જે જીલ્લામાં રહેઠાણ હોય એ જીલ્લાની જીલ્લા કચેરીની ઓફિસે અરજીની પ્રિન્ટ અને ડોક્યુમેન્ટ્સ એક માસ સુધીમાં જમા કરાવવાના રહેશે.
- લોન/સહાયની રકમ આધારકાર્ડ સાથે જોડાણ કરેલ સક્રિય (active) બેંકના ખાતામાં જ જમા કરાવવામાં આવશે
- લોન માટે કરેલ અરજીની હાર્ડ કોપી તમામ દસ્તાવેજોની ખરી નકલ સહિત સંબંધિત જીલ્લાના જીલ્લા મેનેજરશ્રીની કચેરીમાં રૂબરૂ આપવાની રહેશે.
>>> સરનામાં તેમજ કોન્ટેક નંબર મેળવવા અહી ક્લિક કરો
(Timings : 10:30 AM to 2:00 PM and 3:00 PM to 6:00 PM - સરકારી કામકાજના દિવસો દરમ્યાન)
ખાસનોંધ:-બિન અનામત નિગમની સહાય યોજનાઓ અંગેની જાહેરાત હવે પછીથી કરવામાં આવશે.
દરેક સ્કીમ વિશે માહિતી , કોઈ ડોક્યુમેન્ટ કેવી રીતે મેળવવું કે ક્યાંથી કઢાવવા બાબત, વહીવટી અથવા તેને લગતી અન્ય બાબત માટે ફોન કરો GUEEDC નિગમ ની કચેરી ની
વહીવટી હેલ્પલાઈન માં : 079-23258688/079-23258684