સાતફેરા સમૂહલગ્ન યોજના....

પાત્રતાના માપદંડ
આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે.
ઓછામાં ઓછા ૧૦ નવયુગલનો સમૂહલગ્ન કાર્યક્રમ સંસ્થાએ યોજવાનો રહે છે.
સહાયનું ધોરણ
સાતફેરા સમૂહલગ્ન યોજના હેઠળ સમૂહ લગ્નમાં જોડાયેલ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગના નવયુગલને રૂ.૧૨,૦૦૦/- ચેકથી તથા આયોજક સંસ્થાને યુગલ દીઠ રૂ.૩૦૦૦/- લેખે (વધુમાં વધુ રૂ.૭૫,૦૦૦/- સુધી) પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે.
આયોજનાનો લાભ લેવા માટે આયોજક સંસ્થાને સબંધિત જીલ્લા અધિકારીને ૧૫ દિવસ અગાઉ જાણ કરવાની રહેશે.
રજુ કરવાના ડોક્યુમેંટ
  • અરજદારનો જાતિ આવકનો દાખલો
  • અરજદારનો રહેઠાણનો પુરાવો
  • અરજદારનો ઉંમરનો પુરાવો
  • લગ્ન કંકોત્રી
  • અરજદારના ફોટો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

રજીસ્ટ્રેશન માટે
https://esamajkalyan.gujarat.gov.in/Registration.aspx
લૉગિન માટે
https://esamajkalyan.gujarat.gov.in/index.aspx

કુંવરબાઇનું મામેરું યોજના માટે : અહી ક્લિક કરો