સમાજ કલ્યાણ વિભાગ દ્વારા SC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે છાત્રાલય પ્રવેશ ફોર્મ તારીખમાં વધારો...
SC કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે છાત્રાલયમાં પ્રવેશ...
છેલ્લી તા. : 30/09/2021 સુધી...
નિયમો અને શરતો
- મુળ ગુજરાત રાજ્યના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને લાભ મળવાપાત્ર થશે
- છાત્રાલયમાં ઘોરણ ૧૦ પાસ (ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ/ સી.બી.એસ.ઈ.) અથવા તે પછીનુ ઉચ્ચ શિક્ષણ મેળવતા છાત્રો પ્રવેશ માટે લાયક ગણાશે.
- કુમાર છાત્રો માટે આવક મર્યાદા વાર્ષિક રૂ. ૨.૫૦ લાખ તથા કન્યા છાત્રો માટે કોઇ આવક મર્યાદા નથી.
- તમામ અભ્યાસક્રમોમાં છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે છેલ્લી વાર્ષિક પરીક્ષામાં ૫૦ ટકા કે તેથી વધુ ગુણ (કુલ ગુણમાંથી મેળવેલ ગુણ) મેળવેલા હોવા જોઇએ અને મેરીટના ધોરણે પ્રવેશ આપવામા આવશે
- છાત્રાલયના જુના વિદ્યાર્થીઓએ નવા વર્ષે પણ પ્રવેશ મેળવવા ઑનલાઈન અરજી કરવાની રહેશે
- દરેક વિદ્યાર્થીએ અને વાલીએ પ્રવેશ મેળવતી વખતે નિયત નમુનામાં બાહેધરીપત્રક આપવાનું રહેશે અને તે બાહેધરીનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે
- છાત્રાલય જે સ્થળે આવેલ હોય તે શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં.
- છાત્રાલય જે જિલ્લામાં આવેલ હોય તે જિલ્લાની કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને જ પ્રવેશ આપવામાં આવશે.
- ડિસ્ટન્સ લર્નિંગથી ચાલતા અભ્યાસક્રમોના આધારે છાત્રાલયમાં પ્રવેશ મેળવી શકાશે નહીં.
- છાત્રાલયમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ કચેરી/સરકારશ્રીએ નક્કી કરેલ વખતોવખતના નીતિ નિયમોનુ ચુસ્ત રીતે પાલન કરવાનું રહેશે.
રજુ કરવાના ડોક્યુમેન્ટ
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- વિદ્યાર્થીનું આધાર કાર્ડ
- સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ વિદ્યાર્થીનો જાતિનો દાખલો
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- કુટુંબની વાર્ષિક આવકનો દાખલો
- ગત વર્ષે પાસ કરેલ પરીક્ષાની માર્કશીટની નકલ
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (વિદ્યાર્થીના નામનું)
- શાળા / કોલેજ માં પ્રવેશ મળ્યાની પહોંચ અથવા પત્ર
- શાળા છોડયા નું પ્રમાણ પત્ર
- વિકલાંગતાનું પ્રમાણપત્ર (જો વિકલાં હોય તો)
- વિધવા / ત્યક્તાના બાળક હોવાનું પ્રમાણપત્ર (જો વિધવા/ત્યક્તાના બાળક હોય તો)
- અનાથ બાળક હોવાનું પ્રમાણપત્ર (જો અનાથ બાળક હોય તો)
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
રજીસ્ટ્રેશન માટે
https://esamajkalyan.gujarat.gov.in/Registration.aspx
લૉગિન માટે
https://esamajkalyan.gujarat.gov.in/index.aspx