સરકારી કન્યા છાત્રાલય (વિકસ્તી જાતિ) વલસાડ દ્વારા વિનામુલ્યે પ્રવેશ જાહેરાત... 


યોજના : છાત્રાલયમાં પ્રવેશ 

છેલ્લી તા. : 22/11/2021 




રજુ કરવાના ડોક્યુમેન્‍ટ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • વિદ્યાર્થીનું આધાર કાર્ડ
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ વિદ્યાર્થીનો જાતિનો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • કુટુંબની વાર્ષિક આવકનો દાખલો
  • જુના વિદ્યાર્થીએ ગત વર્ષનું વાર્ષિક પરીણામની નકલ યુનિવર્સીટીમાંથી મળવામાં ન હોય તો ગત વર્ષના છેલ્લા સેમેસ્ટરની નકલ અપલોડ કરવાની રહેશે અને તેમાં દર્શાવેલ ગુણની ટકાવારી અરજીમાં દર્શાવવી. વાર્ષિક પરિણામની નકલ મળ્યેથી તુરત જ છાત્રાલયમાં મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીશ્રીને રજુ કરવાની રહેશે અને તેમાં નિયત ગુણની ટકાવારી મેળવેલ હશે તો જ છાત્રાલયમાં ફાઇનલ પ્રવેશ આપવામાં આવશે
  • ફ્રેશ વિદ્યાર્થીએ ધો.૧૧/૧૨માં પ્રવેશ મેળવવા ધો.૧૦ નું, ડીપ્લોમાં પાસ કરી ડીગ્રીમાં પ્રવેશ મેળવવા ડીપ્લોમાંનું, સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ધો.૧૨ નું તેમજ અનુસ્નાતકના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા સ્નાતક અભ્યાસક્રમનું પરીણામ અપલોડ કરવાનું રહેશે
  • વિદ્યાર્થીના બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ
  • શાળા / કોલેજ માં પ્રવેશ મળ્યાની પહોંચ અથવા પત્ર
  • શાળા છોડયાનું પ્રમાણ પત્ર
  • વિકલાંગતાનું પ્રમાણપત્ર (જો વિકલાંક હોય તો)
  • વિધવા / ત્યક્તાના બાળક હોવાનું પ્રમાણપત્ર (જો વિધવા/ત્યક્તાના બાળક હોય તો))
  • અનાથ બાળક હોવાનું પ્રમાણપત્ર (જો અનાથ બાળક હોય તો)

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 
રજીસ્ટ્રેશન માટે 
https://esamajkalyan.gujarat.gov.in/Registration.aspx
લૉગિન માટે 
https://esamajkalyan.gujarat.gov.in/index.aspx