સાબરકાંઠા જીલ્લામાં પુરુષ /મહિલા હોમગાર્ડમાં ભરતી... 


પોસ્ટ : હોમગાર્ડ 

લાયકાત : 10 પાસ 

“માનદ હોમગાર્ડઝ સભ્યોની ભરતી”




ગુજરાત રાજયમાં ચાર(૦૪) કમિશ્નરેટ એરીયા તથા બાવીસ(૨૨) જિલ્લાઓના યુનિટ / ઝોન / ડીવીઝન ખાતે ૬,૭૫૨ માનદ હોમગાર્ડઝ સભ્યોની ભરતી કરવામાં આવનાર છે. આ માનદ હોમગાર્ડઝ સભ્યોની ભરતી કરવા સંબંધિત જિલ્લા કમાન્ડન્ટશ્રીઓની કચેરી ખાતેથી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. ભરતી થવા માટે ઉચ્છુક ઉમેદવારોએ આપના વિસ્તારની યુનિટ કચેરીએ અથવા જિલ્લા કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. આ હોમગાર્ડઝ સભ્યોને માનદ સભ્ય તરીકે ભરતી કરવાની છે. જેમાં સરકારશ્રીને જરૂર પડ્યે અગત્યની ફરજ ઉપર બોલાવવામાં આવશે. ફરજ ઉપર બોલાવવામાં આવે ત્યારે સરકારશ્રીના પ્રર્વતમાન નિયમોનુસાર તેઓને માનદ વેતન તરીકે રૂ.૩૦૦/- ફરજ ભથ્થું અને રૂ.૪/- ધોલાઈ ભથ્થું પ્રતિ દિન મળવાપાત્ર રહેશે. સદર ભરતી કાયમી કર્મચારી તરીકેની કરવાની થતી નથી. પરંતુ માનદ સંસ્થામાં માનદ હોમગાર્ડઝ સભ્યોની ભરતી કરવામાં આવનાર છે. જેથી કાયમી કર્મચારી તરીકેના કોઈ હક્ક મળવાપાત્ર રહેશે નહિ.

હોમગાર્ડઝદળમાં ભરતી થવા આવનાર પુરુષ ઉમેદવારની લાયકાતઃ-

(ક) ભારતનો નાગરિક હોવો જોઇએ.

(ખ) ધોરણ – ૧૦ પાસ અથવા તેથી વધુ શૈક્ષણીક લાયકાત ધરાવતો હોવો જોઇએ.

(ગ) ઉંમર ૧૮ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઇએ.

(ઘ) વજન ઓછામાં ઓછુ ૫૦ કિલો હોવું જોઇએ.

(ચ) ઉંચાઇ ઓછામાં ઓછી ૧૬૨ સેન્ટી મીટર,

છાતી ઓછામાં ઓછી ૭૯ સેન્ટી મીટર હોવી જોઇએ, ૫ સેન્ટી મીટર જેટલી છાતી ફુલાવી શકતા હોવા જોઇએ.

(છ) અરજદારે કોઇ ગુન્હાહિત કૃત્ય કરેલ ન હોવું જોઇએ. અને ભારતમાં વિધિ દ્વારા સ્થાપિત કોઇ પણ ન્યાયાલય દ્વારા શિક્ષા થયેલ ન હોવી જોઇએ.

(જ) અરજદાર કોઇ કોમી સંસ્થા સાથે સંકળાયેલ ન હોવા જોઇએ તથા કોમ્યુનલ બેકગ્રાઉન્ડ ધરાવતા ન હોવા જોઇએ.

હોમગાર્ડઝદળમાં ભરતી થવા આવનાર મહિલા ઉમેદવારની લાયકાતઃ-

(ક) મહિલા ઉમેદવારના કિસ્સામાં ઓછામાં ઓછું વજન – ૪૦ કિલો હોવું જોઇએ.

(ખ) મહિલા ઉમેદવારોની ઉંચાઇ ઓછામાં ઓછી ૧૫૦ સેન્ટી મીટર હોવી જોઇએ.

(ગ) ૩ (અ) માં સુચવેલ મુદ્દા નંબર ક, ખ, ગ, છ અને જ માં સુચવ્યા મુજબ ની લાયકાત યથાવત રહેશે.


ભરતી કસોટીની વિગત:-

આ સમીતિએ ભરતી મેળા વખતે ભરતી થનાર ઉમેદવારોની શારીરીક કસોટીનું આયોજન કરવાનું રહેશે. જે નીચે મુજબ રહેશે. તદ્દઉપરાંત દરેક ઉમેદવારનાઓએ નિયત કરેલ શારીરીક ક્ષમતા કસોટી પાસ કરવાની રહેશે.


દોડની પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારને ૭૫ ગુણ મળવાપાત્ર થશે.

નોંધ:- (૧) ઉમેદવારોની સંખ્યા વધુ હોય તો ૧૦૦ મીટરની સ્કેનીંગ ટેસ્ટ લેવાનો નિર્ણય કમિટી લઈ

શકશે.

કયા ઉમેદવારોને પ્રાથમિકતા આપવી તે અંગેનું પસંદગીનું ધોરણ

ઉકત શારિરીક કસોટી ૭૫ (પંચોત્તેર) ગુણની રહેશે. મેદાની પરીક્ષામાં નિયત સમયમાં કસોટી પુરી કરનારને પુરે પુરા ૭૫ (પંચોત્તેર) ગુણ મળવાપાત્ર થશે. તદ્દઉપરાંત નીચે દર્શાવેલ લાયકાતો ધરાવનાર નાગરીકો ગૃહ રક્ષક દળમાં સેવા આપવા ઇચ્છુક હોય તો તેઓને પ્રાથમિકતા આપવાની રહેશે.
એન.સી.સી. પરીક્ષા પ્રમાણપત્ર ધરાવનાર ઉમેદવારોને વધારાના ૦૫ (પાંચ) ગુણ મળવાપાત્ર થશે.
રાજ્ય કક્ષા / રાષ્ટ્રીય કક્ષા / યુનિવર્સિટી કક્ષા એ કોઈ રમત – ગમત સ્પર્ધામાં પ્રમાણપત્ર / મેડલ મળેલ હોય તો વધારાના ૦૫ (પાંચ) ગુણ મળવાપાત્ર થશે.
હેવી મોટર વ્હીકલ અથવા લાઇટ મોટર વ્હીકલ લાયસન્સ ધરાવતા હોય અને વાહન ચલાવવાનો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ધરાવતા હોય અને તે અંગેનું પ્રમાણપત્ર ધરાવતા હોય તો વધારાના ૦૫ (પાંચ) ગુણ મળવાપાત્ર થશે.
કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા “CCC” પરીક્ષા પાસ હોય તો વધારાના ૦૫ (પાંચ) ગુણ મળવાપાત્ર થશે.
યોગ, મીકેનીકલ, ઇલેકટ્રીકલ, ઓફીસ ઓટોમેશન, ઓટોમોબાઇલ્સ અને નર્સીંગના ટ્રેડની જાણકારી વિગેરે ટેકનિકલ કૌશલ્યમાં સરકારી માન્ય સંસ્થાના સર્ટીફીકેટ ધરાવતા હોય તો વધારાના ૦૫ (પાંચ) ગુણ મળવાપાત્ર થશે.
શારિરીક કસોટી ૭૫ (પંચોત્તેર) ગુણ અને ઉક્ત મુજબની (i) થી (v) વિશેષ લાયકાતો પૈકી પ્રત્યેકના ૦૫ ગુણ લેખે કુલ-૨૫ ગુણ રહેશે. એમ કુલ-૧૦૦ ગુણની કસોટી રહેશે.
જિલ્લાઓના યુનિટ / ઝોન / ડીવીઝન ખાતે ભરતી કરવાના થતા માનદ હોમગાર્ડઝ સભ્યોની સંખ્યા જાણવા માટે નીચેની લિંન્ક ઉપર ક્લિક કરવું.

ફોર્મ ડાઉનલોડ માટે : અહી ક્લિક કરો 

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો