બીનઅનામત વર્ગનું જાતિનું પ્રમાણપત્ર મેળવવા બાબત...

*** કલેક્ટરશ્રી / મદદનીશ કલેક્ટરશ્રી / નાયબ કલેક્ટરશ્રી/જીલ્લા વિકાસ અધિકારીશ્રી / નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી/મામલતદારશ્રી/તાલુકા વિકાસ અધિકારીશ્રી/ જીલ્લા નાયબ નિયામકશ્રી (વિ.જા.) / જીલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિ.જા.) ને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.૩૦/૦૫/૨૦૧૮ ના ઠરાવ ક્ર:સશપ/૧૨૨૦૧૮/૨૧૮૯૨૭/અ ના પરિશિષ્ટ-બ મુજબ અરજી કરવી.

>> જરૂરી ડોક્યુમેન્ટ <<
  • સોગંદનામું (અસલ)
  • રહેઠાણનો પુરાવો (ટેલીફોન બીલ/ લાઈટબીલ/ મ્યુનિ.ટેક્ષ બીલ /ડ્રાઈવીંગ લાયસન્સ/પાન કાર્ડ / મતદાર ફોટો વગેરે ઓળખપત્ર પૈકી ગમે તે એક)
  • રેશનકાર્ડ / ચુંટણી કાર્ડ / આધાર કાર્ડ
  • અરજદારનું સ્કુલ લિવિંગ સર્ટીફીકેટ
  • અરજદારના પિતાનું સ્કુલ લિવિંગ સર્ટીફીકેટ
  • સક્ષમ અધિકારીને જરૂર જણાય ત્યાં દાદા, પિતા, કાકા, ફોઈ પૈકી કોઈ એકનો જાતી પુરવાર થાય તેવો દસ્તાવેજ માગી શકશે


ફી રુ.૨૦/-

👉 એપ્લિકેશન ફોર્મ માટે : અહી ક્લિક કરો.
👉 અરજી માટે : અહી ક્લિક કરો.