આર્થિક અને મિલકતથી પછાત વર્ગના (EWS) અનામતનો લાભ લેવા માટે પ્રમાણપત્ર મેળવવા બાબત – ભારત સરકાર
*** જજીલ્લા મેજીસ્ટ્રેટશ્રી / અધિક જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી / કલેક્ટરશ્રી / નાયબ કમિશનર / અધિક નાયબ કમિશનર / સ્ટાયપેંડરી મેજિસ્ટ્રેટ (વર્ગ-૧) / સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ / તાલુકા મેજીસ્ટ્રેટ / સહાયક કમિશનર*** ચીફ પ્રેસિડેન્સી મેજિસ્ટ્રેટ / અધિક ચીફ પ્રેસિડેન્સી મેજિસ્ટ્રેટ / પ્રેસિડેન્સી મેજિસ્ટ્રેટ
મામલતદારશ્રી / તેહશીલદારશ્રી ની કક્ષાથી નીચેની કક્ષાના ન હોય તેવા રેવેન્યુ અધિકારીઓ.
*** જીલ્લા નાયબ નિયામકશ્રી (વિ.જા.) / જીલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિ.જા.) ને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.૧૧/૦૨/૨૦૧૯ ના ઠરાવ ક્ર:ઈ.ડબલ્યુ.એસ/૧૨૨૦૧૯/૪૫૯૦૩/અ ના પરિશિષ્ટ-2 (A) મુજબ અરજી કરવી.
::: જરૂરી ડોક્યુમેન્ટ :::
- અરજદારનું સ્કુલ લિવિંગ સર્ટીફીકેટ થતા સક્ષમ અધિકારીને જરૂર જણાય ત્યાં દાદા, પિતા, કાકા, ફોઈ પૈકી કોઈ એકનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- અરજદારની જાતી પુરવાર થાય તેવા અન્ય કોઈ સરકારી રેકર્ડ આધારિત પુરાવાઓ જેવા કે જમીન/મકાન/પ્લોટના દસ્તાવેજ વગેરે.
- રહેઠાણનો પુરાવો (ટેલીફોન બીલ/ લાઈટબીલ/ મ્યુનિ.ટેક્ષ બીલ /ડ્રાઈવીંગ લાયસન્સ/પાન કાર્ડ / મતદાર ફોટો વગેરે ઓળખપત્ર પૈકી ગમે તે એક) જેમાં અરજદારના હાલના સરનામાનો ઉલ્લેખ હોય.
- સોગંદનામું (અસલ)
- અરજદારના કુટુંબના તમામ સભ્યોની વાર્ષિક આવકના પુરાવા
- અરજદાર સ્વયં ખેતીની જમીન ધારણ કરતા હોય તો ૭/૧૨ ના ઉતારાની નકલ અને કુટુંબના અન્ય સભ્યો ખેતીની જમીન ધારણ કરતા હોય તો તે રજુ કરવી તથા ખેતીની આવક દર્શાવતા આધાર રજુ કરવા.
- રેહણાંકના હેતુ માટેની જમીન/પ્લોટ માટે સનદ/આકારણી/દસ્તાવેજ અથવા અન્ય મેહ્સુલી આધાર
- રેહણાંકના ફ્લેટ/મકાન અંગે દસ્તાવેજ અથવા ફાળવણી હુકમ અથવા અન્ય મેહ્સુલી આધાર
- સક્ષમ અધિકારીઓ/અપીલ અધિકારીયો જરૂરી જણાય તેવા વધારાના કે અન્ય આધારો પણ માંગી શકશે.
👉 એપ્લિકેશન ફોર્મ માટે : અહી ક્લિક કરો.
👉 ઓનલાઇન અરજી માટે : અહી ક્લિક કરો.