માનવ ગરિમા યોજના....
(ગરીબ કલ્યાણ મેળો)....
રૂ. 25000/- ની કિંમતના સાધનો ફ્રી (મફત) માં...
(ધંધા માટે સાધનો ફ્રી માં)
માનવ ગરીમા યોજનામાં લાભ મેળવવા માટે તા. 15/05/2023 થી 14/06/2023 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી
અંદાજિત 28 ધંધા/રોજગાર માટે 25 હજારની કિંમતના સાધનો વિનામુલ્યે (મફત)માં
>>> યોજનાનો હેતુ
નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા- રોજગાર અનુરૂપ કિટ્સ આપવામાં આવે છે.
>>> નિયમો અને શરતો
***** અરજદારશ્રીની વય મર્યાદા ૧૮ થી ૬૦ વર્ષ હોવી જોઇએ.
***** અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક મર્યાદા ગ્રામ્યવિસ્તારમાં ₹ ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં ₹. ૧,૫૦,૦૦૦ ધરાવતા હોય.
***** અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઇ આવક મર્યાદા નથી.
***** લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાવ લાભ લીધેલ હશે તો પુન: આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર નથી.
***** માનવ ગરીમા યોજનામાં દરજી કામ, વિવિધ પ્રકારની ફેરી,પંચર કીટ,બ્યુટી પાર્લર, દુધ-દહીવેચનાર,મોબાઇલ રીપેરીંગ વિગેરે જેવા કુલ-૨૮ વ્યવસાય(ટ્રેડ)માં રૂ.૨૫,૦૦૦/-ની મર્યાદામાં વિના મુલ્યે સાધન સહાય (ટૂલ કીટ્સ) આપવામાં આવે છે
>>> કુલ –૨૮ પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે.(યાદી નીચે મુજબ છે.)
- દરજીકામ (ફ્રી સિલાઈ મશીન)
- વિવિધ પ્રકારની ફેરી (લારી, તોલા, કેરેટ વગેરે વસ્તુ ફ્રી માં)
- કડીયાકામ
- સેન્ટીંગ કામ
- વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
- મોચીકામ
- ભરતકામ
- કુંભારીકામ
- પ્લમ્બર
- બ્યુટી પાર્લર
- ઇલેક્ટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ
- ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
- સુથારીકામ
- ધોબીકામ
- સાવરણી સુપડા બનાવનાર
- દુધ-દહી વેચનાર
- માછલી વેચનાર
- પાપડ બનાવટ
- અથાણા બનાવટ
- ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
- પંચર કીટ
- ફ્લોર મીલ
- મસાલા મીલ
- રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો)
- મોબાઇલ રીપેરીંગ
- પેપર કપ અને ડીશ બનાવટ (સખીમંડળ)
- હેર કટીંગ (વાળંદ કામ)
- રસોઇકામ માટે પ્રેશર કુકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી)
>>> રજુ કરવાના ડોક્યુમેન્ટ
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- રેશંકાર્ડમાં નામ હોય તે બધા સભ્યોના આધારકાર્ડ નંબર
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક)
- અરજદારની જાતિ નો દાખલો
- વાર્ષિક આવક નો દાખલો
- અભ્યાસનો પુરાવો
- વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો
- બાંહેધરીપત્રક
- મોબાઈલ નંબર (ચાલુ હોય તે અને કાયમી હોય તેવો જ મોબાઈલ નંબર આપવો.)
- ઈમેઈલ આઇડી (ઈમેઈલ ચાલુ હોય તે આપવું.)
બાહેંધરીપત્રક અને એકરારનામું (નમૂનો) : અહી ક્લિક કરો
>>> (જે ધંધા કે રોજગાર માટે ફોર્મ ભરવા માંગો છો તે અંગેનું અનુભવનું પ્રમાણપત્ર જો ફોર્મ ભરતા સમયે અપલોડ કરેલ હશે તો તે ઉમેદવારને જે તે ધંધાની ટૂલ કીટસ (સાધનો) પહેલા મળશે...)
>>> ફોર્મ ભરતા સમયે ખૂબ જ કાળજી લેવી, અને ફોર્મની સંપૂર્ણ વિગત ધ્યાનપૂર્વક વાંચી લેવી, ફોર્મ ભર્યા બાદ તમામ વિગત એક વાર જાતે તપાસી લેવી...
>>> ફોર્મ ભરતા સમયે જો બની શકે તો તમામ ઓરીજનલ ડૉક્યુમેન્ટ અપલોડ કરવા.
ફોર્મ શરૂ થાય તે પહેલા બધા જરૂરી ડૉક્યુમેન્ટ તૈયાર કરી રાખવા...
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો...
ફોર્મ ભરવા માટે મુંજવતા પ્રશ્નોના જવાબ...
👇👇👇
હેલ્પલાઇન નંબર : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
રજીસ્ટ્રેશન માટે
https://esamajkalyan.gujarat.gov.in/Registration.aspx
લૉગિન માટે
https://esamajkalyan.gujarat.gov.in/index.aspx
ડાઉનલોડ માટે : અહી ક્લિક કરો