RTE (Right to Education)

ધો.1 થી બાળકો ને પ્રાઈવેટ સ્કૂલમાં ફ્રી એડમિશન
(વાલીની પસંદગીની કોઈ પણ પ્રાઈવેટ સ્કૂલમાં એડમિશન)


RTE ત્રીજો રાઉન્ડ રિઝલ્ટ જાહેર

પ્રવેશ માટે છેલ્લી તા. : 03/06/2024

RTE હેઠળ પ્રવેશનો ત્રીજો રાઉન્ડ રિઝલ્ટ બહાર પાડવામાં આવેલ છે, ADMIT CARD (પ્રવેશ પત્ર) ટેબ પર ક્લિક કરી એપ્લીકેશન નંબર અને જન્મતારીખ દાખલ કર્યા બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું પ્રવેશ પત્ર (એડમિટ કાર્ડ) ડાઉનલોડ કરી શકાશે. ADMIT CARD (પ્રવેશ પત્ર) ની પ્રિન્ટ મેળવી જે તે શાળામાં શાળા સમય દરમિયાન તારીખ ૦૩/૦૬/૨૦૨૪ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવો. અન્યથા પ્રવેશ રદ થશે.


એડમીટ કાર્ડ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://rte1.orpgujarat.com/ApplicationFormStatus/AdmitCard

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

***********************************************************************************
RTE સ્કૂલ પસંદગી ત્રીજો રાઉન્ડ જાહેર

સ્કૂલ પસંદગી માટે તા. : 24/05/2024 થી 26/05/2024

RTE પ્રવેશ માટેના ત્રીજા રાઉન્ડ અન્વયે જો આપ શાળાઓની પુનઃપસંદગી કરવા ઈચ્છતા હોવ તો તા. 24/05/2024 થી તા. 26/05/2024 સુધીમાં ઓનલાઈન અરજીમાં જઈને એપ્લીકેશન નંબર અને જન્મતારીખ નાખી માત્ર શાળાઓની પસંદગી બદલી શકશો, જેથી ત્રીજા રાઉન્ડમાં RTE પ્રવેશની કાર્યવાહી કરી શકાય.


સ્કૂલ પસંદગી માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://rte1.orpgujarat.com/ApplicationForm/Index

**********************************************************************************

RTE બીજો રાઉન્ડ રિઝલ્ટ જાહેર

પ્રવેશ માટે છેલ્લી તા. : 20/05/2024

RTE હેઠળ પ્રવેશનો બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવેલ છે
ADMIT CARD (પ્રવેશ પત્ર) ટેબ પર ક્લિક કરી એપ્લીકેશન નંબર અને જન્મતારીખ દાખલ કર્યા બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું પ્રવેશ પત્ર (એડમિટ કાર્ડ) ડાઉનલોડ કરી શકાશે. ADMIT CARD (પ્રવેશ પત્ર) ની પ્રિન્ટ મેળવી જે તે શાળામાં શાળા સમય દરમિયાન તારીખ ૨૦/૦૫/૨૦૨૪, સોમવાર સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવો. અન્યથા પ્રવેશ રદ થશે

એડમીટ કાર્ડ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://rte1.orpgujarat.com/ApplicationFormStatus/AdmitCard

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

***********************************************************************************

RTE સ્કૂલ પસંદગી બીજો રાઉન્ડ જાહેર

સ્કૂલ પસંદગી માટે તા. : 03/05/2024 થી 08/05/2024

RTE પ્રવેશ માટેના બીજા રાઉન્ડ અન્વયે જો આપ શાળાઓની પુનઃપસંદગી કરવા ઈચ્છતા હોવ તો તા. 03/05/2024 થી તા. 08/05/2024 સુધીમાં ઓનલાઈન અરજીમાં જઈને એપ્લીકેશન નંબર અને જન્મતારીખ નાખી માત્ર શાળાઓની પસંદગી બદલી શકશો, જેથી બીજા રાઉન્ડમાં RTE પ્રવેશની કાર્યવાહી કરી શકાય.


સ્કૂલ પસંદગી માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://rte1.orpgujarat.com/ApplicationForm/Index

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.



****************************************************************

RTE પહેલો રાઉન્ડ રિઝલ્ટ જાહેર

RTE હેઠળ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ બહાર પાડવામાં આવેલ છે, ADMIT CARD (પ્રવેશ પત્ર) ટેબ પર ક્લિક કરી એપ્લીકેશન નંબર અને જન્મતારીખ દાખલ કર્યા બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું પ્રવેશ પત્ર (એડમિટ કાર્ડ) ડાઉનલોડ કરી શકાશે. ADMIT CARD (પ્રવેશ પત્ર) ની પ્રિન્ટ મેળવી જે તે શાળામાં શાળા સમય દરમિયાન તારીખ ૨૨/૦૪/૨૦૨૪ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવો. અન્યથા પ્રવેશ રદ થશે.


વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

**********************************************************************

::: ખાસ સૂચના :::
👇👇👇
 તા. 04/04/2024 થી તા. 06/04/2024 દરમિયાન વેબપોર્ટલ પર ઓનલાઈન અરજીની ટેબ પર ક્લીક કરી આપના અરજી ક્રમાંક અને જન્મ તારીખ વડે અરજીમાં પ્રવેશીને ડૉક્યુમેન્ટ અપલોડ પેજ પર આપની અરજી જે અધૂરા કે ખોટા ડૉક્યુમેન્ટના કારણે રિજેક્ટ થયેલ છે તે ડૉક્યુમેન્ટ દૂર (DELETE) કરી તે ડૉક્યુમેન્ટની જગ્યાએ નવેસરથી સાચું અને સ્પષ્ટ વાંચી શકાય તેવું ઓરિજિનલ ડૉક્યુમેન્ટ જ અપલોડ કરી અરજી સબમિટ કરવાની રહેશે.


ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://rte1.orpgujarat.com/ApplicationForm


**********************************************************************************


RTE હેઠળ અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦/૦૩/૨૦૨૪ સુધી વધારવામાં આવેલ છે.

  :: ખાસ સૂચના :
ફોર્મ વ્યવસ્થિત ભર્યા પછી સંપૂર્ણ પણે ચેક કરી લેવું જેથી કઈ ભૂલ ન રહી જાય....
ફોર્મની પ્રિન્ટ આવે ત્યારે પણ એક વાર ફોર્મ વ્યવસ્થિત ચેક કરી લેવું....

  • અસલ ડોક્યુમેન્ટ અપલોડ કરવા.
  • ઝાંખી અથવા વાંચી ન શકાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરશો તો ફોર્મ રીજેક્ટ કરવામાં આવશે.
  • ડોક્યુમેન્ટ ની સાઈઝ 450KB થી વધારે હોવી જોઈએ નહિ.
  • જો ભાડા-કરાર (રજીસ્તર્ડ) હોય તો એક કરતા વધારે પેજ PDF ફોમેટર્માં અપલોડ કરવા જેની સાઈઝ 5 MB થી નાની રાખવી.
વાલીઓ માટે ફોર્મ ભરવા અંગેની ખાસ સુચના :-

>>> આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમપેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનાં આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો. અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક અપલોડ કરશો.

>>> ઝાંખા, ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે.
તથા, રહેઠાણનો પુરાવો જો બે પેજમાં હોય તો બન્ને પેજ PDF સ્વરૂપે અપલોડ કરવાનાં રહેશે. દા.ત, ચુંટણી કાર્ડ અને આધાર કાર્ડમાં રહેઠાણની વિગત પાછળના ભાગે આપેલ હોઈ બન્ને પેજને PDF સ્વરૂપે ફરજિયાત પણે અપલોડ કરવાનું રહેશે. માત્ર આગળનું પેજ અપલોડ કરેલ હશે તો રહેઠાણની વિગતોની ચકાસણી થઈ ન શકવાના સંજોગોમાં આપનું ફોર્મ રદ થવાપાત્ર રહેશે. જેની ખાસ નોંધ લેશો.

>>>
સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે.

આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તા. ૧૪/૦૩/૨૦૨૪ થી તા.૨૬/૦૩/૨૦૨૪ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ભરી શકાશે.

નોંધ : ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી
  • ⇛ ફોર્મ શરૂ થવાની તા. : 14/03/2024
  • ⇛ ફોર્મ માટે છેલ્લી તા. : 26/03/2024
ફોર્મ ભરવા માટે એટલે કે બાળકના 6 (છ) વર્ષ પૂર્ણ થયેલ હોવા જોઈએ...



14/03/2024 થી 30/03/2024 સુધી.
>>> અગત્યની તારીખો <<<
⇓⇓⇓


અરજી મંજૂર કરવાની અને રિજેક્ટ કરવાની તા. : 14/03/2024 થી 01/04/2024 સુધી

એડમીશન અંગે ફૂલ પરિપત્ર : અહી ક્લિક કરો.

અરજી કરવા માટે અત્યાર થી ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરી રા‌ખો.:

:: R.T.E અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ :::
  • ૧. વિદ્યાર્થીનો જન્મનો દાખલો
  • ૨. વિદ્યાર્થીનું આધાર કાર્ડ
  • ૩. માતાપિતાનું આધાર કાર્ડ
  • ૪. આવકનો દાખલો (મામલતદારનો)
  • ૫. લાઇટબિલ , રેશનકાર્ડ , વેરા બીલ (કોઈ પણ એક)
  • ૬. બેંક પાસબુક (માતા અથવા પિતા અથવા બાળકની બેન્ક પાસબુક)
  • ૭. વિદ્યાર્થીના બે ફોટા
  • ૮. પિતાનો જાતિનો દાખલો
  • ૯ પાન કાર્ડ
  • ૧૦ વોર્ડ નંબર
  • ૧૧ .BPL નો દાખલો (જો BPL કેટેગરીમાં આવતા હોય તો)
નોંધ : બધા ડૉક્યુમેન્ટ ઓરીજનલ અપલોડ કરવા

જો ડૉક્યુમેન્ટ લિસ્ટમાં કોઈ ફેરફાર હશે તો ફોર્મ શરૂ થયાના સમયે મૂકવામાં આવશે...

વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

પાન કાર્ડ(PAN CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું આ સાથે સામેલ રાખેલ સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે.

>>> સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ માટે : અહી ક્લિક કરો.

>>> આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો માટે મેળવવાનો થતો આંગણવાડી પ્રમાણપત્ર : અહી ક્લિક કરો.

(આ નમૂનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે, પ્રમાણપત્રમાં દર્શાવેલ સબંધિત અધિકારી મુખ્ય સેવિકા (ICDS)ના સહી-સિક્કા સાથે આંગણવાડી કાર્યકરની સહી અને આંગણવાડીના રજીસ્ટરમાં જે-તે તારીખથી જે-તે તારીખ સુધીનો સમયગાળો સ્પષ્ટ દર્શાવેલો હોવો જોઈએ. અન્યથા આ પ્રમાણપત્ર માન્ય રહેશે નહી.)

:: નોંધ ::
>>>> તમામ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન રહેશે વાલીઓએ ઓનલાઈન ફોર્મ ભરી ક્યાય પણ જમા કરાવવા જવાનું નથી...
>>>> જેથી કરી ફોર્મ કાળજી પૂર્વક ભરવું..., ક્યાય પણ ભૂલ ના રહે તેની કાળજી લેવી.

>>> કન્ફર્મ કરેલ અરજીમાં અરજદાર પોતાનો રજીસ્ટર મોબાઇલ નંબર બદલવા માગતા હોય તેઓ ઓનલાઈન એપ્લીકેશનમાં Edit નો ઉપયોગ કરી સુધારો કરી શકશે. નવા રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર હવે પછીના મેસેજ આવશે તેનું ધ્યાન રાખવું.


વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.