હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જીલ્લામાં ભારે વરસાદ અને વાવઝોડા ની આગાહી....

આજે અમરેલી સહિત રાજયમાં વરસાદની આગાહી. યલો એલર્ટ જાહેર..

હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી ૨૪ કલાક માટે ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. આ ઉપરાંત ઉકળાટનો અનુભવ થશે. સમગ્ર રાજ્યમાં વીજળીના ભારે કડાકાભડાકા સાથે સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આગામી ૨૪ કલાક અનેક જિલ્લામાં વીજળી અને વરસાદને કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે અને કાલે એમ બે દિવસ વીજળી અને વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં હજુ પણ આગામી ત્રણ દિવસ વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાશે અને વરસાદ વરસી શકે છે. આજે ૧૫ મેના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં તથા સૌરાષ્ટ્રમાં મોરબી, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવમાં વરસાદની શક્યતા છે. ૧૬ મેના રોજ રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ સહિત દક્ષિણ ગુજરાતમાં તાપી, વલસાડ, નવસારી, ડાંગ, દમણ અને દાદરા અને નગર-હવેલી, ૧૭ મેના રોજ પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે, એટલે કે આગામી ચાર દિવસ હજુ પણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ યથાવત રહેશે.