માનવ કલ્યાણ યોજના.... 
(ગરીબ કલ્યાણ મેળો)....
રૂ. 25000/- ની કિંમતના સાધનો ફ્રી (મફત) માં...
(ધંધા માટે સાધનો ફ્રી માં)

અંદાજિત 28 ધંધા/રોજગાર માટે 25 હજારની કિંમતના સાધનો વિનામુલ્યે (મફત)માં

>>>  યોજનાનો હેતુ
નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા- રોજગાર અનુરૂપ કિટ્‍સ આપવામાં આવે છે.

>>>  નિયમો અને શરતો
*****   અરજદારશ્રીની વય મર્યાદા ૧૮ થી ૬૦ વર્ષ હોવી જોઇએ.
*****   અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક મર્યાદા ગ્રામ્યવિસ્તારમાં ₹ ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં ₹. ૧,૫૦,૦૦૦ ધરાવતા હોય.
*****   અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઇ આવક મર્યાદા નથી.
*****   લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાવ લાભ લીધેલ હશે તો પુન: આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર નથી.
*****   સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને તેઓનું જીવન ગરિમા પુર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલમાં આવેલ છે.
*****   માનવ ગરીમા યોજનામાં દરજી કામ, વિવિધ પ્રકારની ફેરી,પંચર કીટ,બ્યુટી પાર્લર, દુધ-દહીવેચનાર,મોબાઇલ રીપેરીંગ વિગેરે જેવા કુલ-૨૮ વ્યવસાય(ટ્રેડ)માં રૂ.૨૫,૦૦૦/-ની મર્યાદામાં વિના મુલ્યે સાધન સહાય (ટૂલ કીટ્સ) આપવામાં આવે છે

નોંધ : - ગયા વર્ષે જે ઉમેદવારો એ અરજી કરેલ છે,અને તેમની મંજૂર થયેલી છે પણ ડ્રો માં પસંદગી થયેલી નથી તે ઉમેદવારોએ ફરી અરજી કરવાની રહેશે નહીં

ફોર્મ શરૂ તા. : 03/07/2024
ફોર્મ છેલ્લી તા. : 31/08/2024

>>>  માનવ કલ્યાણ યોજના હેઠળ મળવા પાત્ર ટૂલકીટસ (યાદી નીચે મુજબ છે.)




ફોર્મ શરૂ થાય તે પહેલા બધા જરૂરી ડૉક્યુમેન્ટ તૈયાર કરી રાખવા...

>>>  રજુ કરવાના ડોક્યુમેન્‍ટ
  • ફોટો/સહી 
  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • રેશંકાર્ડમાં નામ હોય તે બધા સભ્યોના આધારકાર્ડ નંબર
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક)
  • અરજદારની જાતિ નો દાખલો
  • વાર્ષિક આવક નો દાખલો
  • અભ્યાસનો પુરાવો
  • ઇ શ્રમ કાર્ડ
  • બાંહેધરીપત્રક (ઓનલાઇન વેબ સાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે..)
  • મોબાઈલ નંબર (ચાલુ હોય તે અને કાયમી હોય તેવો જ મોબાઈલ નંબર આપવો.)
  • ઈમેઈલ આઇડી (ઈમેઈલ ચાલુ હોય તે આપવું.)
બાંહેધરીપત્રક ડાઉનલોડ માટે : અહી ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નોના જવાબ માટે : અહી ક્લિક કરો.

>>> ફોર્મ ભરતા સમયે ખૂબ જ કાળજી લેવી, અને ફોર્મની સંપૂર્ણ વિગત ધ્યાનપૂર્વક વાંચી લેવી, ફોર્મ ભર્યા બાદ તમામ વિગત એક વાર જાતે તપાસી લેવી... 
>>> ફોર્મ ભરતા સમયે જો બની શકે તો તમામ ઓરીજનલ ડૉક્યુમેન્ટ અપલોડ કરવા.

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો...

હેલ્પલાઇન નંબર અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
રજીસ્ટ્રેશન માટે
https://e-kutir.gujarat.gov.in/Registration.aspx
લૉગિન માટે
https://e-kutir.gujarat.gov.in/Index.aspx