પોલીસ ભરતી શારીરિક કસોટી અંગે મહિલાઓ માટે અગત્યની સૂચના....

ઓજસ પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરતી વખતે જો કોઇ મહિલા ઉમેદવારે ભુલથી Female ના બદલે Male સિલેકટ કરેલ હશે તો તેવા મહિલા ઉમેદવારોને શારિરીક કસોટી માટે પુરૂષ ગ્રાઉન્ડ ફાળવવામાં આવેલ હશે. જે મહિલા ઉમેદવારોની શારીરિક કસોટી બાકી છે અને કોલલેટરમાં જેન્ડરમાં ભુલથી Male લખાયેલ છે તેવા મહિલા ઉમેદવારોએ તા.૨૦/૦૨/૨૦૨૪ ના રોજ ક.૧૮/૦૦ પહેલા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.ગ-૧૨, સરિતા ઉદ્યાન પાસે, સેકટર-૯ ખાતે મળી જાય તે રીતે કોલલેટર સહિતની અરજી મોકલવાની રહેશે.