ચક્રવાત વાવાઝોડુ...

આગામી દિવસોની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વરસાદી સિસ્ટમની અસર ગુજરાત પર આગામી ૩૦ ઓક્ટોબર સુધી રહેવાની સંભાવના છે.

૨૭ ઓક્ટોબર : સૌરાષ્ટ્ર-કચ્છમાં "ખૂબ જ ભારે વરસાદ" (Extremely Heavy Rain) અને ગુજરાતના અન્ય પ્રદેશોમાં "ભારેથી અતિ ભારે વરસાદ" (Very Heavy Rain) ની આગાહી છે.

૨૮ ઓક્ટોબર : દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.

૨૯-૩૦ ઓક્ટોબર: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહેશે.

૩૧ ઓક્ટોબર બાદ : સિસ્ટમ ધીમે ધીમે નબળી પડતાં વરસાદનું જોર ઘટવાની સંભાવના છે.