શુભ પ્રસંગે વાજબી દરે હોલ બુક થશે..

લગ્નના દિવસે કે રિસેપ્શન માટે કોમ્યુનિટી હોલ કે પાર્ટી પ્લોટની જરૂર પડે છે. ખાનગી જગ્યાનું ભાડુ વધુ હોય છે, જો કે પાલિકા દ્વારા વ્યાજબી દરે હોલ કે પાર્ટી પ્લોટની સુવિધા પૂરી પાડવામાં આવે છે.

શું છે કોમ્યુનિટી હોલ બુકિંગ ?

રાજ્યમાં મહાનગરપાલિકા સહિત નાના-મોટા પાલિકા વિસ્તારમાં અંદાજે 300થી વધુ કોમ્યુનિટી હોલ કે પાર્ટી પ્લોટ આવેલા છે. તેનું સંચાલન પાલિકા દ્વારા કરવામાં આવે છે. શુભ પ્રસંગે હોલનું એડવાન્સ બુકિંગ કરી શકાય છે. હોલ આખા દિવસ માટે, અમુક કલાક માટે જોઇએ છે, એસી કે નોન એસી હોલ જોઇએ છે તે પ્રમાણે અલગ અલગ હોલ માટે 2 હજા૨-50 હજારનું ભાડું છે.

બુકિંગ માટે આ રીતે એપ્લાય કરી શકાય.

>>> ઓનલાઇન : જે-તે કોર્પોશનની વેબસાઇટ પર જઇને ‘ઓનલાઇન સર્વિસ સેક્શન'માં  કોમ્યુનિટી હોલ બુકિંગ’ ૫૨ ક્લિક કરી બુકિંગ કરાવી શકાય.
 
>>> ઓફલાઇન : નજીકના સિવિક સેન્ટર, મ્યુનિ.ની ઓફિસ પર અરજી કરીને પણ બુકિંગ કરી શકાય. ફી ઓફલાઇન, ઓનલાઇન ભરી શકાશે.