સમાજ કલ્યાણ વિભાગ હેઠળ અલગ અલગ યોજનાઓ માટે ફોર્મ શરૂ..... 





નોંધ : નિયામક વિકસતી જાતિ કલ્યાણની વિદેશમાં અભ્યાસ માટે લોન અને કોમર્શીયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોનની ઓનલાઇન અરજી તા.01/07/2020 થી તા.31/07/2020 સુધી કરી શકાશે. 
હાલમાં કોવિડ -૧૯ ની પરિસ્થિતી ધ્યાને લઇ વિદેશ અભ્યાસ લોન યોજના અને કોમર્શીયલ પાયલોટ તાલીમ લોન (વિદેશમાં તાલીમ માટે જતાં તાલીમાર્થીઓ માટે) યોજના ની અરજીઓ વીઝા અને એર ટીકીટ વિના અરજી કરી શકશે. પરંતુ બંને મળ્યેથી તુરંત જ જે તે જિલ્લા કચેરીમાં જમા કરાવવાની જવાબદારી અરજદારની રહેશે.

વિધ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન
પાત્રતાના માપદંડ
ધોરણ-૧૨ પછી વિદેશમાં જતા વિદ્યાર્થીઓ માટે ધોરણ-૧૨ માં ઓછામાં ઓછા ૬૫% ટકા કે તેથી વધુ ગુણ. (NT/DNT, વધુ પછા,, અતિ પછાત માટે ૫૫ %)
સ્નાતક (ગ્રેજ્યુએટ) પછી વિદેશમાં જતા વિદ્યાર્થીઓ માટે સ્નાતક (ગ્રેજ્યુએટ) માં ઓછામાં ઓછા ૬૦% ટકા કે તેથી વધુ ગુણ. (NT/DNT, વધુ પછાત, અતિ પછાત માટે ૫૦ %)
(આ. પ. વર્ગ માટે) સ્નાતક (ગ્રેજ્યુએટ) પછી વિદેશમાં જતા વિદ્યાર્થીઓ માટે સ્નાતક (ગ્રેજ્યુએટ) માં ઓછામાં ઓછા ૬૦% ટકા કે તેથી વધુ ગુણ.

સહાયનું ધોરણ
વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે રૂ.૧૫.૦૦ લાખની લૉન આપવામા આવશે.
(સા. અને શૈ. પ. વર્ગ / SEBC)ધોરણ-૧૨ પછી ડિપ્લોમા / સ્નાતક અથવા સમકક્ષ અભ્યાસક્રમો માટે.
(સા. અને શૈ. પ. વર્ગ / SEBC) સ્નાતક (બેચલર ડિગ્રી) પછી અનુસ્નાતક કક્ષાના (Post Graduate)અભ્યાસક્રમ માટે.
(આ. પ. વર્ગ ) સ્નાતક (બેચલર ડિગ્રી) પછી અનુસ્નાતક કક્ષાના (Post Graduate)અભ્યાસક્રમ માટે.

આવક મર્યાદા
સા. અને શૈ. પ. વર્ગ / SEBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૧૦.૦૦થી ઓછી.
આ. પ. વર્ગ / EBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી.

વ્યાજનો દર
વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ.નિયમિત લોન/વ્યાજ ભરવામાં કસુરવાર થયેથી ૨.૫ ટકા લેખે દંડનીય વ્યાજ.
લોન કેવી રીતે પરત કરવી
વિદ્યાર્થીના અભ્યાસ પૂર્ણ થયાના એક વર્ષ બાદ વસુલાત શરૂ કવામાં આવશે..

રજુ કરવાના ડોક્યુમેંટ
અરજદારનો જાતિનો દાખલો
કુટુંબની આવકનો દાખલો,આઇ. ટી. રીટર્ન, ફોર્મ -૧૬
અરજદારની અભ્યાસની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, અને ટકાવારીના આધારો
વિદેશના અભ્યાસનો ઓફરલેટર/ I–20 / Letter of Acceptence.
વિદ્યાર્થીના પાસપોર્ટની નકલ
વિદ્યાર્થીના જે તે દેશના વીઝાની નકલ
એર ટીકીટની નકલ
અરજદારના ફોટો

અરજી સાથેના બિડાણ : અહી ક્લિક કરો


કોમર્શીયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન

પાત્રતાના માપદંડ
ઉમેદવારે મેટ્રિક્યુલેશન અથવા હાયર સેકન્ડરી અથવા ઇન્ડિયન સ્કુલ ઓફ સર્ટિફીકેટ કે તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ.
તાલીમ આપનાર સંસ્થાએ નક્કી કરેલ બધી જ શૈક્ષણિક, ટેકનીકલ તેમજ અન્ય જરૂરી લાયકાત ધરાવતા હોવા જોઇએ.

સહાયનું ધોરણ
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના માટે કોમર્શીયલ પાયલોટ લાયસન્સ તાલીમ લેવા માટે રૂ.૨૫.૦૦ લાખની લોન

આવક મર્યાદા
આવક મર્યાદા નથી.

વ્યાજનો દર
વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ નિયમિત લોન/વ્યાજ ભરવામાં કસુરવાર થયેથી ૨.૫ ટકા લેખે દંડનીય વ્યાજ.
લોન કેવી રીતે પરત કરવી
વિદ્યાર્થીને લોનની ચુકવણી થયાના એક વર્ષ પછી શરૂ કરવામાં આવશે.

રજુ કરવાના ડોક્યુમેંટ
અરજદારનો જાતિનો દાખલો
શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર
કુટુંબની આવકનો દાખલો,આઇ. ટી. રીટર્ન, ફોર્મ -૧૬
અરજદારના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલ (ધો. ૧૦થી છેલ્લી પરીક્ષા સુધીના)
પ્રવેશ આપવા અંગેનું સંમતિપત્રક
તાલીમ માટે થનાર ખર્ચના અંદાજો
વિદેશમાં તાલીમ લેવાની હોય તો તાલીમાર્થીના પાસપોર્ટની નકલ, જે તે દેશના વીઝાની નકલ અને એર ટીકીટની નકલ
અરજદારના ફોટો

અરજી સાથેના બિડાણ : અહી ક્લિક કરો



ઈ-સમાજકલ્યાણ પોર્ટલની કોઈ પણ તકનીકી સહાયતા માટે સવારે 10:30 થી સાંજના 6:30 વાગ્યા સુધી સંપર્ક કરો.
હેલ્પલાઈન નંબર : 079-23213017



કુંવારબાઇ નું મામેરું ફોર્મ યોજના માટે : અહી ક્લિક કરો

માનવગરિમા યોજનાની જાણકારી માટે :: અહી ક્લિક કરો