ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી...
અગ્નિવીર ભરતી માટે નું ઓનલાઇન ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી....
>>> અગ્નિવીર નું ફોર્મ ભરતા પહેલા આવશ્યક પાત્રતા અને માપદંડ જોઈ લેવા જરૂરી છે, ત્યાર બાદ જ ફોર્મ ભરવું.
>>> પાત્રતા અને માપદંડ જોવા માટે ઉમેદવારે જોઈન ઇંડિયન આર્મી વેબ સાઇટ ઓપન કરવી.
>>> વેબ સાઇટ ઓપન કર્યા બાદ Eligibility બટન પર ક્લિક કરી,તમે પાત્રતા અને માપદંડ જોઈ શકશો.
>>> બીજું Eligibility Criteria for Recruitment બટન પર ક્લિક કરી પણ ઉમેદવાર પાત્રતા અને માપદંડ જોઈ શકશે.
>>> અગ્નિવીર ઓનલાઇન ફોર્મ ભરવા માટે જોઇન ઇન્ડિયન આર્મી વેબ સાઇટ ઓપન કરો.
>>> વેબ સાઇટ ઓપન કર્યા બાદ અગ્નિપથ બટન પર ક્લિક કરી રજીસ્ટ્રેશન પર ક્લિક કરવું.
>>> જે ઉમેદવારો આર્મી વેબ સાઇટ પર પહેલેથી જ રજીસ્ટ્રેશન કરેલું છે, તેમણે રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી. તેવા ઉમેદવારોએ લૉગિન કરી ફોર્મ ભરી શકશે.
>>> રજીસ્ટ્રેશન પર ક્લિક કર્યા બાદ ઉમેદવાર ની સામે જરૂરી સૂચનાઓ દેખાશે. તે બધી સૂચના એક વાર ધ્યાનપૂર્વક વાંચી લેવાની રહેશે.
>>> ત્યાર બાદ ઉમેદવારની સામે બે ઓપ્શન શો થશે 1 આધાર કાર્ડ નંબર 2. ધો. 10 માર્કશીટ
>>> ઉમેદવાર ઉપર આપેલ ગમે તે એક ડોકયુમેન્ટ નો ઉપયોગ કરી રજીસ્ટ્રેશન કરી શકશે
ખાસ નોંધ :
1. જે ઉમેદવાર આધાર સિલેક્ટ કરે છે, તો આધાર કાર્ડ સાથે જે મોબાઈલ લિંક કરાવ્યો હશે તે નંબર પર OTP Send થશે.
2. આધાર કાર્ડમાં નામ ધોરણ 10 માર્કશીટ અનુસાર હોવું ફરજિયાત છે.
>>> આધાર કાર્ડ નંબર એન્ટર કર્યા બાદ OTP દાખલ કરી ફોર્મ પ્રોસેસ માટે આગળ વધો.
>>> ત્યાર બાદ Next પેજ માં ઉમેદવારનું પૂરું નામ અને જન્મ તારીખ આધાર કાર્ડ મુજબ ઓટોમેટિક લખી ને આવી જશે.
>>> ઉમેદવારે પિતાનું અને માતા નું પૂરું નામ લખવાનું રહેશે.
>>> મોબાઈલ નંબર અને ઇ મેઈલ ID લખવું. (નોંધ ફોન નંબર અને મેઈલ ID ફોનમાં ચાલુ હોય તે જ લખાવુ), પછી સબમિટ કરી આગળ વધવું.
>>> સબમિટ કર્યા બાદ ઉમેદવારના મેઈલ ID પર OTP Send થશે તે દાખલ કરવો.
>>> ઉમેદવાર ની હાઇટ, ડોમિસાઈલ પ્રમાણ પત્ર ક્યાં રાજ્યનું અને જિલ્લાનું છે તેની માહિતી આપવી.
>>> ઉમેદવાર પાસે Highest Qualification (ઉચ્ચતમ લાયકાત) કઈ છે, તે લાયકાત સિલેક્ટ કરવાની રહેશે.
>>> અંતમાં ઉમેદવારે પોતાની સુવિધા અનુસાર પાસવર્ડ સેટ કરવાનો રહેશે.
>>> અહી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થાય છે.
>>> ત્યાર બાદ ઉમેદવાર લૉગિન બટન પર ક્લિક કરી. ઇમેલ ID અને પાસવર્ડ દ્વારા લૉગિન કરી શકશે.
>>> લૉગિન કર્યા બાદ ઉમેદવાર જે પણ પોસ્ટ માટે આવેદન કરવા માગે છે તે સિલેક્ટ કરી અપ્લાય બટન પર ક્લિક કરવું.
(અપ્લાય બટન પર ક્લિક કર્યા પહેલા જરૂરી લાયકાત વાંચી લેવી જરૂરી છે)
>>> અપ્લાય બટન પર ક્લિક કર્યા પછી ઉમેદવારે રજીસ્ટ્રેશનમાં જે માહિતી આપી હતી તે ઓટોમેટિક આવી જશે.
>>> ઉમેદવારે રિલીજીયન અને કેટગરી સિલેક્ટ કરવાની થશે.
>>> ત્યાર બાદ ઉમેવારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના થશે.
>>> ફોટો તાજેતરનો અને વાઇટ બેગગ્રાઉન્ડ વાળો હોવો જોઈએ.
>>> ફોટાની સાઇઝ 5 KB થી 20 KB હોવો જોઈએ.
>>> સિગ્નેચર ની સાઇઝ 5KB થી 10 KB હોવી જોઈએ.
>>> Next પેજમાં ઉમેવારે તેમના રહેઠાણ નું પૂરું સરનામું લખવાનું રહેશે.
>>> ત્યાર બાદ ઉમેદવાર પાસે સ્પોર્ટ્સ અંગેનું અને NCC નું સર્ટિફિકેટ હોય તો તે add કરી શકશે.
>>> એજ્યુકેશન ડિટેલ્સ માં ઉમેદવાર જે પોસ્ટ માટે આવેદન કરે છે તે મુજબની લાયકાત સિલેક્ટ કરવાની થશે.
>>> પાસ થયેલ વર્ષ, બોર્ડનું નામ,રોલ નંબર/સર્ટિફિકેટ નંબર લખો પછી Add બટન પર ક્લિક કરો.
>>> માર્કસ શીટમાં આપેલ બધા વિષયના કુલ ગુણમાથી કેટલા આવેલ છે તે લખવાનું રહેશે.
>>> Last માં ઉમેદવારે પરીક્ષા માટે કોઈ પણ પાંચ સેંટર પસંદ કરવાના રહેશે.
>>> ત્યાર પછી ઉમેવારે અરજી ફોર્મ એક વાર ચેક કરી લેવું, કોઈ પણ ભૂલ હોય તો Edit બટન પર ક્લિક કરી Edit કરી શકશે.
>>> ખાસ નોંધ : ઉમેદવાર જ્યાં સુધી ઓનલાઇન ફી પેમેન્ટ નહીં કરે ત્યાં સુધી Edit કરી શકશે.
>>> ફી ચુકવણી કર્યા પછી રોલ નંબર જનરેટ કરવામાં આવશે, તે સાચવી રાખવાનો રહેશે.
>>> અહી ઓનલાઇન ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થાય છે.
👉 ભરતી માહિતી જોવા માટે : અહી ક્લિક કરો.