બિન-અનામત વર્ગ માટે
હોસ્ટેલ ભોજન બીલ સહાય ફોર્મ શરૂ...

યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો ⟱

➤ બિનઅનામત વર્ગના વિધાર્થીઓને ભોજન બીલ સહાય પેટે માસિક રૂ. 1,500.00 લેખે 10 માસ માટે રૂ. 15,000/- સીધી સહાય (D.B.T.) મારફતે વિધાર્થીના બેંક એકાઉન્ટમાં મળવાપાત્ર થશે.

➤ આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ 6.00 લાખ કે તેથી ઓછી રહેશે.

ભોજન બીલ સહાય મેળવવા ઇચ્છતા વિધાર્થીઓ માટેની જોગવાઇઓ :-

>>>> બિનઅનામત વર્ગના વિધાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
>>>> વિદ્યાર્થી સ્નાતક કક્ષાના (ધોરણ-12/12+ડિપ્લોમાં બાદના) મેડીકલ, ડેન્ટલ, ટેકનીકલ, પેરા મેડીકલ અભ્યાસક્રમોમાં કોલેજ સંલગ્ન છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતા હોવા જોઈએ.
>>>> કોઇ પણ સમાજ સંચાલીત ટ્રસ્ટ દ્વારા ચાલતા કન્યા છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતી ધોરણ-9 થી 12ની કન્યાઓને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
>>>> છાત્રાલયો દ્વારા આપવામાં આવતી પહોંચમાં લવાજમ શબ્દનો ઉલ્લેખ કરેલ હોય તો પહોંચ સાથે છાત્રાલયના લેટર પેડ પર ભોજનબીલ સહાયની રકમ લવાજમમાં સામેલ હોવાનું રકમ સાથેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.
>>>> સરકારી/અનુદાનિત છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતા હોય અને રહેવા જમવાનું બન્ને ફ્રી હોય તેવા વિધાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહી.
>>>> સરકારી/અનુદાનિત છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતા હોય અને રહેવાનું ફ્રી હોય પરંતુ જમવા માટેની ફી ભરતા હોય તેવા વિધાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
>>>> વિદ્યાર્થી અરજી કર્યાના આગળના વર્ષમાં પાસ થયેલ હોવા જોઇએ.
>>>> MYSY યોજનાનો લાભ મેળવતા વિધાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહી.
>>>> INTERNSHIP દરમ્યાન આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહી.
>>>> વિદ્યાર્થી કોઇ પણ પ્રકારનું સ્ટાઇપેન્ડ કે રેમ્યુનરેશન મેળવતા હશે તો લાભ મળવાપાત્ર થશે નહી.
>>>> અરજદારે જે-તે વર્ષમાં જ નિગમના પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
>>>> ઓનલાઇન અરજી સહ જરૂરી સાધનિક પુરાવાઓ ઓરીઝનલ ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે.
>>>> વિધાર્થીએ અરજી કર્યાના દિન-૩૦ માં ઓનલાઇન અપલોડ કરેલ ડોક્યુમેન્ટ તથા અરજીની હાર્ડ કોપી સાથે સેલ્ફ અટેસ્ટેડ કોપી જે જિલ્લામાં છાત્રાલય હોય તે જિલ્લા કચેરીએ રજુ કરવાની રહેશે.
>>>> જિલ્લા કક્ષાએથી પૂર્તતા માટે અરજદારને પરત કરેલ અરજીઓ પૂર્તતા માટે પરત કર્યા તારીખથી દિન-15 માં અરજદારે પૂર્તતા કરી અરજી ઓનલાઇન સબમીટ કરવાની રહેશે.

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ ⟱

  1. આધાર કાર્ડ
  2. મોબાઈલ નંબર 
  3. આવકનો દાખલો 
  4. બિન અનામતનું પ્રમાણપત્ર 
  5. એડમિશન સ્લીપ (સ્કૂલ ની )
  6. એડમિશન સ્લીપ (હોસ્ટેલ ની )
  7. બેન્કપાસ બુક
  8. હોસ્ટેલ ની તમામ વિગત 
  9. હોસ્ટેલ રજીસ્ટ્રેશન નંબર  
  10. ભોજન બિલની પહોચ
  11. રેશન કાર્ડ અથવા લાઇટબિલ 
  12. LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર 
  13. છેલ્લી પાસ કરેલ માર્કશીટ 
  14. હોસ્ટેલ સમાજ/ટ્રસ્ટ/સંસ્થા સંચાલિત છે તેનો પુરાવો 
  15. શાળા/કોલેજની તમામ માહિતી જેવી કે (1. શાળા/ કોલેજ માં પ્રવેશ મેળવ્યાની તારીખ/ 2. ચાલુ શૈક્ષણિક સત્ર પૂરી થવાની તારીખ)
👉 રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.

👉 લૉગિન માટે : અહી ક્લિક કરો.

<> <> વધારે માહિતી માટે : અહી ક્લિક કરો 

<> <> વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.